॥ ૐ ॥
(રાગ : દેશી)
કેવળ જ્ઞાની વીર પ્રુભજી, જ્યોતિથી જૈનો જગાડજા …. રે
મૂર્છા હઠાવી સૌની, હૃદય આપ દીપાવજા …. રે ૧
કર્મો ખપાવે એવું ઊજળું ભાવિ બનાવજા …. રે
લઘુતાગ્રંથિને તોડી, આત્મબળ આપજા …. રે ર
રાગદ્વેષ દૂર ફેંકી, વીતરાગી સમજ બેસાડજા …. રે
અંતરદૃષ્ટિ ખૂલે, પ્રેમ વિશુધ્ધ ઊજળો …. રે ૩
ગર્વ ને આસ્મિતા ગાળી, પ્રાણ સમાતા સત્યમાં …. રે
કેવળ જ્ઞાન તાર એક જ, મોહ-શોક દૂર કરી …. રે ૪
આપની વાણી અમર, અમૃતવર્ષા કરે …. રે
સંયમ, શ્રધ્ધા ને ભાવો, કાળાં ધૂએ કાળજાં …. રે પ
કેવળ જ્ઞાની જે જાગ્યા, સુરતા એની શાંતિમાં …. રે
દેહભાવ નાશ પામે, ચૈતન્યમાં દિવ્યતા …. રે ૬
જીવન સુગંધ ભરેલી, ભીતરનો ભેજ સૂઝતો …. રે
ભીતર ખજાનો ભરેલો, વૃત્તિ કેવળ કેળવો …. રે ૭
કેવળ જ્ઞાનીની મરજી, કેવળ જ્ઞાની બનાવવા …. રે
માર્ગ ભૂલેલા સૌને સ્વરૂપમાં નિત્ય સમાવવા …. રે ૮
॥ ૐ ॥