॥ ૐ ॥
પ્રિયતમ રાસ (આરતી)
(ભજન) ૧૪
ગિરધર ગોપાળ મીરાંને પ્રાણથી પ્યારા,
પ્રાણથી તાર બાંધ્યો જલદી આવનારા …. ૧
હૃદયનો શણગાર ગિરધર ગોપાળ છે,
આંખમાં વસે તો બધું સાચું સમજાય છે …. ર
સૂર્ય-ચંદ્ર-તારાના પ્રકાશ ઝાંખા થાય છે,
અવિનાશીનો પ્રકાશ અખંડ જણાય છે ….૩
મીરાંનો પ્રેમ, ગિરધર ગોપાળ બંંધાણા,
મીરાંના પ્રેમથી ભરેલા, પ્રાણમાં છુપાણાં ….૪
બળવાન બધાને બળ પોતે જ આપતાં,
છુપાઈ કાર્ય કરે, અંદર બધાને માપતા ….પ
મહાન છતાં અણુ બનવું સૂક્ષ્મ સહેલથી,
ગર્વ છોડનાર, એની જાડીના કોઈ નથી ….૬
ગિરધર ગોપાળ હસ્તી મીરાંની મસ્તી,
ગિરધર ગોપાળ મીરાંની મસ્તી કરી સસ્તી ….૭
સસ્તી અમૂલ્ય મસ્તી, મીરાંની ભક્તિમાં,
ગિરધર ગોપાળ સંગ, મીરાંના રંગમાં ….૮
॥ ૐ ॥