તમારી અને મારી પ્રીત

॥ ૐ ॥


તમારી ને મારી પ્રીત, લાગી જુઓ જુગની,

હૃદયમાં પ્રેમ આપ્યો, અરજી સૂણી દીનની. –

વિશ્વાસ બેઠો સાચો, હૃદય આનંદ ઊર્મિ,

શોક મોહ તમે નસાડો, શ્રદ્ધા આપી મર્મી. –

તમારું જ્ઞાન અર્પી દેવા, ઉદારતા વાપરી,

પ્રેમસ્વરૂપ ધરી આવ્યા, પ્રત્યક્ષ આપ હરી. –

જ્ઞાન, ધ્યાન ભક્તિનો, પ્રેમ ઠાંસી ભરવા,

પ્રેમથી દોડી આવ્યા, આપ પ્રભુ તારવા. –

ભરતી આપના પ્રમેની, અદ્‌ભૂત લઈ આવ્યા,

દર્શન કરતાં સહુનાં, હૃદયો હરખાયાં. –

હૃદયનાં અંધારાં હરણ સહુનાં કરવા,

જ્ઞાનનો ખજાનો લાવ્યા, જ્યોતિ સહુમાં ભરવા. –

રાગ, દ્વેષ કાઢી દૂર, સદગુણ દીપાવ્યા,

એવી ખેતી કરી આપે, સહુનાં દિલ રિઝાવ્યાં. –

ભ્રમ ભેદ, ખેદ કાઢી, સાચો રંગ ચડાવ્યો,

વિવેક, વૈરાગ્ય આપી, સત્‌ ઝંડો ફરકાવ્યો. –

ગર્વને ગાળી, વાસના સમૂળી બાળી,

અજ્ઞાન રાત ગઈ કાળી, સદાની થઈ દિવાળી. –


॥ ૐ ॥