તારા અંતરમાં ઊઠે ઊર્મિઓ

॥ ૐ ॥


તારા અંતરમાં ઊઠે ઊર્મિઓ, સાચી પડશે તમામ,

સાક્ષી બેઠો દૃશ્ય જુએ છે, તે સમજીને કરજા કરમ,

તારે નથી મનમાં આશા, પડશે તારા સવળા પાસા      …. ટેક

ધન મળે કે નવ મળે, તેની ચિંતા નથી લગાર,

સ્વામિનારાયણ રટણ કરવા, હંમેશ છે હોંશિયાર         ….

ગૃહસ્થાશ્રમ ચાલે સુખેથી, રહે ન મનમાં ક્લેશ,

જીવન જીવતા ઉપાધિ વિના, ભલે હોય દેશ-વિદેશ    ….

સગાં-કુટુમ્બીને ધનની આશા, પૂરવા કરે સહાય,

બીજાને સુખે સુખ માનીશ, તો ઈશ્વરને વિચાર થાય    ….

પ્રભાવ પડશે સાચા હૃદયનો, ચાર નેત્ર ભેળાં થાય,

સફળ તારું કાર્ય બનતાં, વાર ન થાશે જરાય                                ….

તારી સમજણ સાચી છે, તેથી ડગીશ નવ તલભાર,

અખંડ વૃત્તિ ચુકાવવા માટે, માયાના આડા છે તાર      ….

રંગ ચડ્યો છે સાચો

અંતરમાં, તેથી હૃદય ખુશી થાય,

અંત સમય આવશે પ્યારા, નાથજી કરવા સહયા         ….

તારી માતાએ દુઃખ વૈઠીને, પાવન કર્યું છે આજ,

તેના અંતર ભડકા ઠારી, કરજે તું રૂડા કરજ                  ….

અખંડ દીપક અજ્ઞાન હરવા, કરવા સાચો પ્રકાશ,

ભક્ત દે આશિષ એવી, રાખીને વિશ્વાસ                          ….


॥ ૐ ॥