નર્મદાજી કિનારે

॥ ૐ ॥


નર્મદાજી કિનારે તીર્થ એક મોટુ,

પવિત્ર બનાવે નથી એમાં ખોટુ,

કેવળ હિત જ કરતા હનુ-મંતેશ્વર,

તપ તેજ વૃદ્ધિ કરે  …. રે …. લોલ ટેક ૧

શિવજી બિરાજે છે પ્રકાશ ભરતા,

ભાવ ધરી સંતો સૌ દર્શન કરતા,

સિદ્ધોની સાધના સિદ્ધ કરનારા,

પ્રગટ અમર ધામના  …. રે…. લોલ   ર

નર્મદાજી પરિક્રમા કરનાર આવે,

ગુફામાં નારાયણસ્વામી યાદ આવ,

બદ્રીનારાયણે દર્શન આપ્યાં,

ગુફામાં રહી ભજન કર્યું …. રે …. લોલ   ૩

સિદ્ધિદાયક ગણપતિ સિદ્ધિ દેતા,

ઉપાસના કરીને શાંતિ સૌ લેતા,

પાર્વતી માતાજી પ્રસન્ન થાતાં,

આદ્યભવાની દૃઢતા કરે …. રે …. લોલ    ૪

શ્રદ્ધા ને વિશ્વાસ સાર્થક થાતાં,

વેદ ને શાસ્ત્ર​ના ભેદ મળી જાતા,

બ્રાહ્મણ ગાયત્રી ઉપાસના કરી,

હૃદયમાં પ્રકાશ ભરે …. રે …. લોલ ટેક પ

સભામંડપમાં રામકથા અખંડ થાતાં,

ચૈતન્ય મહાપ્રભુ યોગીઓ આવતા,

રામકથા રામજી કૃપાથી તારનારી,

છ માસ આકાશ ગૂંજતી રહી …. રે …. લોલ   ૬

અનેક ભક્તો દૂરદૂરથી આવ્યા,

શ્રવણ કરી કથા શુદ્ધ બનાવ્યા,

મોટામોટા યજ્ઞો અહીં થાતાં,

સાગર મહારાજ સંત રહે …. રે …. લોલ   ૭

હનુમાનજી દર્શન ગર્વને ગાળતાં,

રામ-લક્ષ્મણ,જાનકી સૌને સાંભળતાં,

પ્રેમલક્ષણા ભક્તિને વધારે,

દર્શનમાં પ્રેમ ધરો …. રે …. લોલ   ૮

યોગી, તપસ્વી, જ્ઞાનીઓ આવે,

ગુપ્ત પ્રગટ ભાવ ઉમંગ લાવે,

વાતાવરણમાં શાંતિ ભરનારો,

આત્મભાવ  જાગ્રત કરે …. રે …. લોલ   ૯

આવો આવો સૌ પ્રેમ ધરી આવો,

હૃદયમાં અખંડ ભરવાને ભાવો,

પ્રાણમાં પ્રભુને પૂરીને રાખો,

પ્રાણ પ્રભુને જ મળે …. રે …. લોલ   ૧૦

રામજીના પ્રેમમાં અંતર આરામ છે,

સાચા કૃપાળુની કૃપામાં વિશ્રામ છે,

સાગર મહારાજનો અખંડ રામદીવો,

હૃદય પ્રેરણા રામ જ કરે …. રે …. લોલ   ૧૧

અન્નધન ખર્ચો સાચું જ સ્થાન છે,

રામનું આપેલ એને ધરવામાં સાર છે,

જીવન અમૂલ્ય સમજણ સાચી,

તીર્થમાં આપી પાવન બનો …. રે …. લોલ   ૧ર


॥ ૐ ॥