ભગવાન ધન્વંતરીજી હૃદયે રહો

॥ ૐ ॥


ભગવાન ધન્વંતરીજી હૃદયે રહો,

આવી દિલમાં સઘળું સત્ય કહો. …. ટેક

નિદાન સમજવું અમને અઘરું લાગે,

 તમારાં નામ-સ્મરણથી દર્દ ભાગે  ….

અમારા હસ્તમાં અમૃત આપો તમે,

રોગમુક્ત કરીએ, દરદી અમે. ….

અમૃત સંજીવન બુટ્ટી ક્યાં મળશે ?

બીજા સમજાવનાર નહીં જડશે. ….

સેવાવૃત્તિ અમારા હૃદયમાં રમે,

નસેનસમાં તમારું ચૈતન્ય ભમે. ….

સાધનહીન થતાં કહો શું કરવું ?

લોભ-લાલચ રાખીને, નથી જીવવું  ….

જઈ શ્રીમંત પાસે લાચારી કરું,

તેના કરતાં લક્ષ ના ટેકે ફરું. ….

કાયિક, વાચિક, માનસિક ભૂલ ઝાઝી,

આપને અર્પણ કરી દઉં સઘળી બાજી. ….

શરણે આવ્યો છું માર્ગ બતાવો ખરો,

આપી પ્રકાશ ને

જીવન મુક્ત કરો  ….

ભક્ત ધન્વંતરીજીને પ્રેમે નમે,

બતાવો માર્ગ ઉત્તમ તમને ગમે  ….


॥ ૐ ॥