મહેશ ગિરિજી મહારાજજી

॥ ૐ ॥


મહેશ ગિરિજી મહારાજજી, સત્ય મૂર્તિ સાક્ષાત,

દર્શન દઈ આનંદ કર્યો, મટી ગઈ સઘળી ભ્રાંત.

દર્શનનો અભિલાષી છું, ગરીબ કિંકર મહારાજ,

ફરી દર્શન આપો મને, એ જ આશ મહારાજ.

મન ભટકતું મારું, શાંત પમાડયું તેહ,

ભક્તિ જ્ઞાન આપો સદા, હું માગું છું એહ.

દિવ્ય મૂર્તિ આપની નિહાળી આનંદ થાય,

ટેક તમારી પાળતાં પાપ નાસી જાય.

પૂર્વના પૂણ્ય કરી, દર્શન આપ્યા મહારાજ,

 ભક્ત વિનંતી કરે મહેશ ગિરિજી મહારાજ.

શિશ નમાવું આપને, નમન કરું છું જાડ,

સત્ય ભાવ નિર્ધાર છે, મળે ન બીજી જાડ.

સત્ય મૂર્તિ શંકર તણી, તમને માનું મહારાજ,

તન ધોવા સાબુ મળે, મન ધોવા તમ પાસ.

તે સાબુ મુજને આપિયો, સફળ જીવનની આશ,

સૂરજકુંડ સૂનો ભાસતો, તમ દર્શન વિણ મહારાજ.

તે સ્થળને દીપાવવા, મહેર કરો મહરાજ, હે યોગીરાજ.


॥ ૐ ॥