॥ ૐ ॥
(રાગ : ધોળ)
(ભજન) ર૩
મીરાંને જીવન સારાંશ સત્ય જ ગોતવો,
ગિરધર ગોપાળનો અનુભવ હૃદયે આવવો …. ૧
સંશય એનાથી સઘળા મીરાંના દૂર થયા,
અખંડ પ્રકાશ આનંદ શાંતિથી લાવ્યા ….ર
હરખ શોકનો પ્રભાવ મીરાંને લાગ્યો નહિ,
ગિરધર ગોપાળ નિષ્ઠા પાકી મીરાંની રહી ….૩
સમતા મીરાંની એમાં રોજરોજ ઉજાણી,
તૃપ્તિ સંપૂર્ણ મીરાંને, સત્ય સતમાં સમાણી ….૪
પૂર્વના પુણ્ય ઉદય મીરાંના ભાગ્ય ફળ્યા,
ગિરધર ગોપાળ મીરાંને પ્રગટ આવી મળ્યા ….પ
કહેવું ને રહેવું વાણીના સત્ય એક જ લક્ષમાં,
ભજન કરવા રાત-દિવસ મીરાંને જાગૃતિમાં ….૬
ધ્યાનમાં ગિરધર ગોપાળ રહેતા સદા સાથમાં,
પ્રેરણા સત્ય મંગળ કરતા મીરાંના પ્રેમમાં ….૭
ગિરધર ગોપાળના ગુણને, જીભથી ગણાય નહિ,
અનેક જીભથી, ગુણો અનંત પાર, પમાય નહિ ….૮
અનંત યોગોથી ઋષિ મુનિ ગુણો ગાય છે,
મીરાં કહે છતાં ગુણનું માપ ન કળાય છે ….૯
॥ ૐ ॥