॥ ૐ ॥
(ભજન) રર
(ધૂન)
મીરાંને પ્રેમી પ્રભુનાં, દર્શન થઈ ગયાં,
ઈન્દ્રીય મન બુદ્ધિને, સ્થિર પ્રાણ થયાં …. ૧
પ્રેમનો ઊંચો હૃદયમાં, તાર બાંધી દીધો,
સંદેશા આવે સત્યના, એવો માર્ગ લીધો ….ર
વાસના ગર્વ મીરાંને, રહ્યા ક્યાંય નથી,
મીરાંની ઈચ્છા ચાહના, પ્રભુ વિના નથી ….૩
પ્રેમમાં છાપ પ્રભુની, મીરાંને લાગી હતી,
ભક્તિના રંગે મીરાંની, બનતી સાચી ગતિ ….૪
આવ્યો વિરાટ મીરાંમાં, કેવળ કૃપા કરી,
દિલના દાતારે મસ્તી, મીરાંમાં મોજથી ભરી ….પ
ગિરધર ગોપાળ અવાજ, સુણીને આવ્યા હતા,
મીરાંના વિશુધ્ધ પ્રાણમાં, પ્રેમે સમાઈ જતા ….૬
મીરાંનો ભજન ધ્વનિ સર્વ દિશા ગૂંજતો,
ગિરધર ગોપાળથી માર્ગ સરળ બનતો ….૭
ભક્તો સર્વે ઉપર પ્રભુકૃપા કરો,
હૃદય શુધ્ધ બનાવી આપની ભક્તિ ભરો ….૮
પ્રભુ ભૂલવા એથી મોટું દુઃખ નથી,
પ્રભુ સાથે જ રહો, બીજું રક્ષણ નથી ….૯
॥ ૐ ॥