॥ ૐ ॥
(રાગ : ધોળ)
(ભજન) ર૪
મીરાંને સંદેશો આવ્ય ગિરધર ગોપાળનો,
મીરાં પાલન કરવા સદા તૈયાર,
અનંત યુગોની જૂની પ્રીતને નિભાવવી,
પ્રાણનો મીરાંએ કર્યો સાચો વિચાર …. ૧
દર્શન કરવા ખાતર પ્રાણને રાખ્યા,
વાસના વધારી જીવન કરવું નથી ખરાબ,
હૃદય મીરાંનું ગિરધર ગોપાળથી શોભતું,
મીરાંને સદાય એનો છે આધાર …. ર
લોકો મીરાંને ઘેલી જ સમજતા,
ગિરધર ગોપાળે મીરાંને કરી છે પાસ,
વિશુધ્ધ પ્રેમની ભરતીમાં પ્રભુજી આવતા,
પડદો હઠાવી પ્રગટ થનાર …. ૩
મીરાંના પ્રેમમાં, એક જ પ્રભુ વસી ગયા,
પ્રેમના આનંદમાં અનુભવ વિશાળ,
સાચા પ્રેમી બન્યા વિના સમજાય નહિ,
મીરાંને ભક્તિમાં દર્શન દેનાર ….૪
પ્રભુજી દર્શન આપીને અદૃશ્ય થતા,
મીરાં તો એના વિરહમાં બળનાર,
વધારે ઊજળો પ્રેમ મીરાંને થઈ જતો,
પ્રભુ દોડી આવતા, નથી ભૂલનાર …. પ
॥ ૐ ॥