॥ ૐ ॥
(ભજન) ૧૮
(ધૂન)
(આ ધૂન એક લીટી બોલાય, બીજી લીટી સામેની લીટીથી બોલાય)
અખંડાનંદ મીરાંનો વધતો વિશાળ,
ભાવનો ભંડાર મીરાંનો ગિરધર ગોપાળ …. ૧
ઈન્દ્રિયાતીત, મીરાંને અનુભવ પાનાર,
ગિરધર ગોપાળ હતો સાચો દાતાર …. ર
હૃદયકળમ ખીલતું મીરાંનો વિકાસ,
ગિરધર ગોપાળની સાચી સુવાસ …. ૩
દિવ્ય બન્યું જીવન કોઈથી ન કળાય,
ગિરધર ગોપાળની સુરતા કહેવાય ….૪
વેદથી અધિક જ્ઞાન સૂક્ષ્મ થાય,
ગિરધર ગોપાળનાં મીરાં ભજન ગાય …. પ
સાનથી મીરાંને સૂઝતું તમામ,
ગિરધર ગોપાળમાં મીરાંનો વિશ્રામ ….૬
॥ ૐ ॥