સ્વભાવ ની શુદ્ધિ પરમ આવશ્યક જ છે , તે વિના પ્રભુ કાંઈ પણ ના કરી શકે . ગી .અ . 5/14 )
અમે કર્મ આસ્ક્તિ ધરતા, અમે નિષ્કામ કર્મ ન કરતા,
પ્રભુ બોધ ગીતામાં સાચો, તેને ભુલ્યો ધ્યાની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની –ટૅક
ઇન્દ્રિય વિષયો સાથ સંબંધો, સુખદુ:ખ દેનારાં,
પ્રભુ આજ્ઞાને મૂકી દીધી, રાગદ્વેષ વ્રુતિ માની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
અમર બનાવવા બોધ પ્રભુનો ,તેને દીધૉ ત્યાગી
ગર્વ દેહનો કરી બંધાણો, પછી ખોટી કરી તે હાનિ;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
સમતા યોગને ઉતમ કહે છે, પ્રભુના મુખની વાણી;
વિષમતા શોક મોહ વધારી, હાથે બન્યો અજ્ઞાની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
મનની સર્વે કામના ત્યાગી, સંતોષ આત્મ સુભાગી,
સ્થિરતા બુધ્ધિની તેને થાતી, બુધ્ધિ અસ્થિર બહુ શાખાની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
દુ:ખોમાં ઉદ્વૅગ ધરે મન, સુખની તુષ્ણા વધતી,
રાગ, ભય ને ક્રોધ રાખે તો, અસ્થિર બને મુનિ ધ્યાની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
સર્વત્ર આસ્ક્તિ છોડીને, હર્ષ, શોક ન કરવો,
તેનાથી કર્યુ ઊલટું વર્તન, તે દુ:ખની ખરી નિશાની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
સંયમ સાચો બુધ્ધિનિ સ્થિરતા, અસ્થિર બુધ્ધિ અશાંતિ,
અસંયમ તો ભક્તિ શ્રધ્ધા નહિ, ભાવ વિના શાંતિ શાની?
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
અશાંતને સુખ કદી ન હોયે, ઇન્દ્રિય મન સાથે ભટકે,
કર્મયોગ કુશળતા પ્રભુ કહે, ઇન્દ્રિય મન પ્રાણ સંયમની;
એમાં શું કરે પ્રભુ જ્ઞાની, પ્રભુ સાક્ષી ત્રિકાળ જ્ઞાની
અમે કર્મ આસ્ક્તિ ધરતા, અમે નિષ્કામ કર્મ ન કરતા,