અમારા સ્નેહથી અશ્રુ વહે છે

॥ ૐ ॥


 

અમારા સ્નેહથી અશ્રુ વહે છે, આંખથી આજે,

સ્વીકારી તું કૃપા કરીને, ખરી કિંમત કરી જાણે,

અમાર અશ્રુ લૂંછનારો, નથી તારા સમો કોઈ,

કિંમત અણમોલ દેનારો, શાંતિથી બોલું છું રો ઈ,

દ્રવિત હૃદય બનાવીને, હૃદયમાં પોતે રહી જાતો,

પછી નવ ખોટ કાંઈ રહેતી, પૂરે ત્રૂટિઓ સંતોષ થાતો,

આગળથી ધ્યાન રાખીને, કરે રક્ષણ દિવસ રાતે,

અમારાં દુઃખ દૂર કરીને, જીવનસાફલ્મ કરી જાણે.

પ્રભુના પ્રેમની ભક્તિ, રસાયણ જે કરે સેવન,

ગર્વ તેનો ગળી જાતો, પ્રભુમાં છે જેનું જીવન.

કામ, ક્રોધ, લોભ હઠાવી, દયા સાચી હૃદય આણી,

કર્મ શુભ જ્ઞાનથી કરવા, આપે શક્તિ જાણી.

બુદ્ધિ સૂક્ષ્મ, પ્રભુદર્શન કરીને, પ્રભુમાં સ્થિર થા તી,

એવી સદ્‌બુદ્ધિ દેનારો, આત્મજ્યોતિ દિવ્ય દર્શાતી.

વિચારોના વમળ છૂટે, તેનાં પાપો બધાં ખૂટે,

આપે ભક્તિ અખંડ એવી, કોઈ તેને નહિ લૂંટે.

તૃષ્ણા ડાકણ છોડીને, પ્રભુમાં વૃત્તિ જાડીને,

એક નિષ્ઠાથી મળી જાતો, વિચારોની વૃત્તિ છોડીને.

  


॥ ૐ ॥

પાન નં :- 157, અમારા સ્નેહથી અશ્રુ વહેછે , આંખથી આજે ,
🙏🏼 જય સદગુરૂ 🙏🏻

Leave a comment

Your email address will not be published.