અમે અમર લોકના વાસી

॥ ૐ ॥


અમે અમર લોકના વાસી

                અમે અવિનાશી ભાવ વિશ્વાસી  …. ટેક

અમર લોકનું અનાદિ સત્ય

                અગ્નિથી બળાતું (ર)

કૂડકપટ ને મોહની ઝાળો,

                સઘળું વિનાશી ગણાતું (ર)

કામ, ક્રોધ ને લોભ ન આવે

                દૃષ્ટિમાં એક અવિનાશી …. ૧

અમર લોકનો પ્રાણ અમારો

                અમર લોકથી આવ્યો (ર)

જડતા વિનાશી ગ્રંથિ તોડીને

                નિર્ભય નિર્ણય લાવ્ય (ર)

મહાભાવનો  પ્રાણ  અમારો

                નિશ્ચય  લક્ષનો  વાસી … રે.

દૃશ્ય માત્રનો નાશ થવાનો

                દૃષ્ટિનો દૃષ્ટા સદાનો (ર)

દિવ્ય દૃષ્ટિનું અમૃત મળતાં

                વિજય સદાય થવાનો (ર)

 નામ રૂપથી સદાય ન્યારો

                નિર્મળ અંખડ વિકાસી …. ૩

અમર લોકમાં વિચરે આનંદે

                અમર પ્રાણ અમારો (ર)

અમર સંદેશો અચળ સતના

                દિવ્યતા નિત્ય સુધારો (ર)

વિનાશી વસ્તુનું ખેંચાણ નહિ ને

                પ્રાણની પ્રીતિ અવિનાશી …. ૪

સમર્થ સહુથી વિશેષ અમારા

                હૃદયમાં પ્રેરણા દેનારા (ર)

હૃદય અમારું વિકાસ કરવા

                કાળજી સદા લેનારા (ર)

અતિની ગતીનું માપ ન નીકળે

                યુગો જૂના અવિનાશી  …. પ

રક્ષણ કરીને સદાય સંભાળે,

                વિશાળ હૃદયના અનાદિ (ર)

અમારું બળ છે એક અવિનાશી

                અટલ સિદ્ધાંત યુગાદિ(ર)

 અમારું બળ છે એક અવિનાશી

                અટલ સિદ્ધાંત યુગાદિ (ર)

સઘળું પ્રભુનું પ્રભુ અમારા

                સંભાળે પ્રાણ અવિનાશી …. ૬

સઘળે બોલે સઘળું બોલાવે

                વ્યાપક ગુપ્ત વિજ્ઞાની (ર)

તપસી યોગી ભક્તો સહુના

                ઉત્તમ કળાના ધ્યાની (ર)

કળા બતાવે છતાં છુપાવે

                ગર્વરહિત અવિનાશી ….. ૭

અમર ભાવમાં રહેવું અમારે

                બોલવી અમરની વાણી (ર)

અમર  વાણીના કળાકારમાં

                સઘળી વૃત્તિઓ સમાણી (ર)

સઘળી વિદ્યાનો ભંડાર અમારો

                એક જ સદા અવિનાશી …. ૮

ભણવું પ્રભુનું, ગણવું પ્રભુનું

                ભણતર પ્રભુનું સાચું (ર)

રહેવું પ્રભુમાં, કહેવું પ્રભુને,

                નચાવે તેમ જ નાચું (ર)

અમર પ્રાણનો અમર દાની,

                સત્યમાં સદયા નિવાસી …. ૯

 


॥ ૐ ॥

ame amar lok na vasi..

Leave a comment

Your email address will not be published.