અમે પ્રભુનાઁ આંગણેથી આવ્યા, નિર્દોષતા લાવ્યા
પ્રભુના ગુણ ગાવાને ….ટેક
અમે વિધાના સાચા ઉમંગી, ભણતરના સંગી
વીરતાના કર્મ કરવાને…. અમે
સત્ય અહિંસા પાળવી સાચી, વ્રુતિ ન રહે કાચી
પ્રભુના ગુણ ભરવાને…. અમે
મારી બુધ્ધિમાં સ્થિરતા દેજો, વિકાસ સાચો કરજો
હ્રદય ભાવો ભરવાને…. અમે
અમને શિક્ષણ દેનાર બને સુખી, રહે ન જરા દુ:ખી
સૌ સ્નેહવ્રુધિ કરવાને…. અમે
અમે ભણતરથી શૂરવીર થાશું, વિધાના ગુણ ગાશું
પ્રકાશે પ્રુણૅ મળવાને…. અમે
અમે દિલમાં શ્રધ્ધા દ્રઢ ધારી, અંધકારને મારી
વિકાસ સાચો કરવાને.. …અમે
સાચા જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી અભણને ભણાવી
સુખી સૌ કરવાને…. અમે
અમે બાળુડાં નાનાં ન રહેશું, ગુણ સાગરો ભરીશું
દુર્ગુણ સૌ હણવાને…. અમે