॥ ૐ ॥
(પ્રભુ પ્રાર્થના)
અમે બાળકો પ્રભુ સાથ રહેનારાં
ભાવ નિર્દોષ રાખી અમો ફરનારાં,
ધ્યાન રાખે છે પ્રભુ નથી ડરનારાં,
અમે ભીતર વાણી સાચી બોલનારાં ….
સંગમાં રંગમાં પ્રભુ સાથ રમનારાં,
પ્રભુ અમારી વૃત્તિ મેળ કરનારાં,
હસે રમાડે રોજ પ્રેમ આપનારાં,
બુદ્ધિ અમારી શુદ્ધ રાખી પાળનારાં ….
રાખી રક્ષામાં પ્રભુ પોતે રાખનારાં,
રાત-દિવસ સદા સાથ ખેલનારાં,
ભૂલ સુધારી સાન પ્રભુ ભરનારાં,
સિદ્ધિ વાત જ સિદ્ધિ ખરી કહેનારાં ….
॥ ૐ ॥
,🙏🏼 જય સદગુરૂ 🙏🏻