॥ ૐ ॥
(રાસ)
અવિનાશી પ્રકાશ સૌને જ કરતા
નાશ નથી એનો, દિવ્યતા ભરતા
પ્રેમ ધરી પ્રભુજીના, પ્રેમમાં બાંધે તો
અંતર એક જ બને રે લોલ ….૧
પ્રભુ છે જુગનો, જાણીતો સૌનો
અજબ આઘાત પ્રભુ ભૂલે છે તેનો
વળગી રહેતાં પ્રભુજી તારે
વૃત્તિ અચળ ચોંટી રહે રે લોલ ….ર
આવ આવ કહીને, બોલાવે પાસમાં
જાતાં જાતાં વેગથી અતીશે ઉલ્લાસમાં
પહોંચતાં લાગે નહિ ઝાઝી વાર
પ્રભુ ગતિમાં પાવર ભરે રે લોલ ….૩
વેગવાન પ્રભુ છે અમારા સાથમાં
રક્ષક મોટા છે, કળાના વિજ્ઞાનમાં
એની કળાનો મળે નહિ જાટો
ટાળે અંતર, ભૂલ નહિ રે લોલ ….૪
પ્રાણથી પ્યારો, સૌ રસથી અનોખો
સ્વાદ ચખાડે પ્રભુ, પ્રભુને ઓળખો
સાચી સમજ એ જ ભરનારો
ન્યારો અમર ધામનો રે લોલ ….પ
દેતાં દેતાં નથી, થાકનાર એતો
ગર્વ તજીને, અલગ રહેતો
ત્રણે લોકને એ જ પોષનારો
છતાં એ તો, છૂપો રહે રે … લોલ ….૬
જીગત દગો કરે, એવું દેખાશે
પ્રભુજી વિશ્વાસે બધાને તારશે
શ્વાસમાં એક જ, અડગ રાખો ટેક
આંખો અમી ભરતો રહે રે … લોલ ….૭
બધાં કામ છોડીને, પ્રભુને મળવું
એના જ પ્રેમી બની, એમાં જ ગળવું
દિલના દાતારે દિલડું દીધું
પ્રભુ સુધારો ઉત્તમ કરે રે …. લોલ … ૮
ભગડ્યું સુધારી ખુશી જ થાતો
અમર લખાણી, શા†માં વાતો
કેવળ, મંગળ, સુંદર કરણી
પ્રભુ-નિષ્ઠા ભરતી કરે રે …. લોલ ….૯
॥ ૐ ॥