આંખનું રોઈ રોઈને નીર ખૂટયું

॥ ૐ ॥

(તાંત્રિકવિદ્યા કરનારો તો કરી ગયો પણ બચાવનારો પ્રભુ વધી ગયો)


આંખનું રોઈ રોઈને નીર ખૂટયું,

                છતાં સાચું સમજે નહિ રે …. લોલ

દુઃખને દેખીને કોણ ખુશી થાતું,

                વાતોમાં સમજ ઊંધી ફસે રે …. લોલ

કોઈને દુઃખ આપી ખુશી થાવું,

                હૃદય એનું કોમળ કરો રે …. લોલ

મારા પ્રાણને પ્રભુ આપનારો,

                પ્રાણ પોષનારો પ્રભુ ખરો રે …. લોલ

એક પ્રાણમાં પ્રભુ રહેનારો

                વાસના એમાં ઊઠે નહિ રે …. લોલ

પ્રાણને મહાપ્રાણ સાથે પ્રીત

                પ્રભુનો સીધો માર્ગ હશે રે …. લોલ

જીવન પ્રભુ પોતે છે રંગનારો

                એનો રંગ પાકો રહે રે …. લોલ

અગ્નિથી બાળી કાપીને માંસ કાઢયું

                સંતોષ વૃત્તિને થયો નહિ રે …. લોલ

તાંત્રિક વૃત્તિથી સમાજ ઊંધો દોરે

                વિદ્યા તાંત્રિક દૂર કરો રે …. લોલ

પ્રભુના પ્રેમમાં ભરતી સદાયે

                એમાં જ સૌનું હિત રહે રે …. લોલ

સત્ય રાખીને જીવન જીવવું

                દૃષ્ટિ પ્રભુમાં સ્થિર બને રે …. લોલ

મારી સુરતા પ્રભુમાં રહેશે

                પ્રભુમાં પ્રાણ મળી જશે રે …. લોલ


॥ ૐ ॥

AANKH NU ROI ROI NE NIR KHUTYU,,

Leave a comment

Your email address will not be published.