॥ ૐ ॥
આનંદનો દિન આજ પ્રભુને સંભારવા,
ભક્તિ અખંડ કરી પ્રભુ નહિ વિસારવા,
પ્રભુ છે એક શાંતિનું સ્થાન …પ્રભુને સંભારવા
શ્રધ્ધા અવિચળ અને પ્રેમભરી લાગણી,
માયાના બંધનથી છૂટવાની માગણી,
સોંપો પ્રભુ ચરણ તમામ …પ્રભુને સંભારવા
બેસે નવ દામ, તેવી વસ્ત અણમૂલ છે,
લેવા તૈયાર રહો, સૌ સુખનું મૂળ છે,
પાપીને પણ પાવન કરનાર …પ્રભુને સંભારવા
ત્રાજવે તોળ્યા વિના સદ્ગુરુ આપશે,
વિશ્વાસ બેસે તે તો હૃદયમાં રાખશે,
ભૂલે, તે પાછળ પસ્તાય …પ્રભુને સંભારવા
વ્યાપક પ્રભુને ગણી, સૌને સુખ આપવું,
નીમ ભજન કરવાનું હંમેશા રાખવું,
રહ્યા નથી જગતમાં કોઈ …પ્રભુને સંભારવા
વિષયને દુઃખ ગણી તજી દો વાસના,
ગુણાતીત બનવાની, રાખો સદા ભાવના,
ત્યારે ગણાય સાચું જ જ્ઞાન …પ્રભુને સંભારવા
સૌ ભક્તો કહે, તમે પ્રભુ નહિ ભૂલશો,
ધનનો ગર્વ કરી, તમે નહિ ફૂલશો,
મળશે પ્રભુ સુખનું ધામ …પ્રભુને સંભારવા
॥ ૐ ॥
🕉️જય સદગુરૂ