આપો બુધ્ધિ પ્રભુજી શુધ્ધ સારી
ત્રણ ગુણથી અમને છોડાવનારી;
તનમનમાં ધગશ, તારાં દર્શન તણી,
કરી ભજન પ્રેમે, મેળવો સાચો ધણી. ટેક
પાપો કરતાં અમે સઘળું ખોયું,
સાચું સમજી વિષયમાં મનડું મોહ્યુ;
એવી અવળી સમજણને દૂર કરો,
દયા કરીને આપજો પ્રેમ ખરો. …
તારે ભરોસે જીવન અર્પણ કર્યું,
એવા અનેક ભક્તોને સુખ વર્યું;
નાથ ક્રુપા કરીને વચન આપો,
કદી ન ભૂલીએ, એવો મારો થાપો. …
ધ્યાન કદી નવ ચુકીએ પ્રભુ તારું,
બીજાં સ્વપ્નને છોડી દે મનડું મારું;
વિધાહીન અમે છીએ બાળ તારાં,
તારા શરણથી જાશે પાપ અમારાં.
સુખદુ:ખ દેખીને નવ ડરીએ,
કામો કરતાં પ્રભુજી નવ ભૂલીએ;
પ્રાણ છોડતાં નામની યાદી રહે,
શ્રધા રાખે તો સઘળાં સુખ લહે. …
ગુરુ વાક્યનું સાચું પ્રમાણ મળે,
જ્ઞાન પ્રગટીને પાપો સઘળાં બળે,
છોડો સાચા એ સંતના ચરણે જીવન,
સાચું કહે છે સદગુરુ ભગવન ….
આપો બુધ્ધિ પ્રભુજી શુધ્ધ સારી