॥ ૐ ॥
(રાસ)
આવી જા સ્થાનમાં – તારું રૂપ ખરું ગોત તે (ર)
તારી અંદર તું જ પોતે (ર)
ભૂલી જઈને દૂર ગોતે (ર)
ક્ષણ એકમાં પાસ જાતે (ર)
ભીતર શોધ તે ….
ઢાંકી દઈને તારા રૂપને (ર)
શોધ કરતો માર્ગ મૂકીને (ર)
થાક લાગતો ચૂકી જઈને (ર)
ભૂલ સુધારો સત્ય ગ્રહીને (ર)
મળે નહિ શાસ્ત્ર તે ….
દિશા ભૂલીને ક્ષણ ચૂકવી (ર)
સમજી જઈને વાસના મૂકવી (ર)
કામના સઘળી આશા ભૂલવી (ર)
દેહ ગર્વની મમતા તજવી (ર)
સહેજે કેવળ જ્ઞાન તે ….
॥ ૐ ॥