॥ ૐ ॥
આવે આવે જો સંદેશો પરબ્રહ્મનો, (ર)
ત્યારે અંતરમાં હોય પ્રકાશ,
અસત્ય ભાવ મુકાવવા સાચો એ કામનો …. ટેક
સત્ય જ્ઞાન દીપકથી સૌ શોભતા, (ર)
દેવ ઋષિ મુનિ મહર્ષિ સમાજ,
સર્વૅ મેળવ્યો પ્રકાશ પુરણ ધામનો …. આવે આવે
ભક્તો મળતાં એના સાચા ભજનમાં (ર)
એના દિલમાં આનંદ ઊભરાય,
વિશુદ્ધ પ્રેમની મસ્તી ભાવ ઉમંગનો …. આવે આવે
સમતા સદ્ગુણ દિનદિન વૃદ્ધિ પામે, (ર)
હર્ષ-શોકનો સદાનો અભાવ,
શત્રુ-મિત્ર ભેદ ગયો રાગ ને દ્વેષનો …. આવે આવે
ઈન્દ્રિય, મનને પ્રાણનો સાચો સંયમ, (ર)
નિર્દોષ સત્બુદ્ધિ સત્પ્રકાશ,
અંદર વૃત્તિ સ્થિર, નાશ અજ્ઞાનનો …. આવે આવે
ગર્વ જતાં શાંતિ અચળ સ્વરૂપમાં, (ર)
હૃદય શુદ્ધબ્રહ્મનો સાચો શણગાર,
શ્રદ્ધા અચળ, ગુણ વધે અમર ભાવનો …. આવે આવે
જગના સંદેશા આવે ભવ ભટકાવવા, (ર)
તોડો એના સંગનો દુઃખમય એ તાર,
જોડો સાચો સંબંધ પુરણ બ્રહ્મનો …. આવે આવે
અનન્ય ભાવથી ભજન વધારજા, (ર)
એના નિયમની નિભાવો સાચી ટેક,
અમીદૃષ્ટિ આનંદ અવિચળ ભાવનો …. આવે આવે
ભયથી તારે છે વિશ્વને પ્રેમથી,
એવા હૃદયના મહાન વિશાળ,
શરણ લેતાં, બનાવે પરમ ભાવનો …. આવે આવે
અભય વરદાન દેનારા નથી એની જાડના,
દોષ શુદ્ધ કરવા કૃપા અપરંપાર,
પોતા જેવો બનાવે આત્મા સર્વનો …. આવે આવે
અમીદૃષ્ટિ લઈ આવ્યા
અમીદૃષ્ટિ લઈ આવ્યા, સહુનાં હૃદય હરખાયાં
પધાર્યા પ્રેમથી ભાવે, જ્ઞાનમૃત સંત લઈ આવ્યા – ટેક
અંધારું ઘોર વ્યાપેલું, દુઃખી અજ્ઞાનથી થાતા,
દીપક ધરી જ્ઞાનનો સાચો, સહુ શીતલ કરી જાતા …. અમી
ઉદય સૌ ભક્તજનનો શું ? બધાં આશ્ચર્યથી પૂછતાં,
નહિતર સંત પુરુષોના, ચરણ દૃષ્ટિ નહિ પડતાં …. અમી
ઘણાંઅ શાસ્ત્ર વાંચીને, ખરા ભેદો નથી મળતા,
બતાવે સંત સરળ રસ્તો, તેથી દુર્ગુણ બધા બળતા …. અમી
શ્રદ્ધા હોય સંતમાં સાચી, બતાવે કાર્ય તે કરવા,
વચન અમૃત સમ ગણીને, હૃદયમાં ઠાંસીને ભરવાં …. અમી
બની નૈષ્ઠિક બ્રહ્મચારી, ખપાવ્યાં પાપ સહુ તપથી,
દીપાવ્યું જ્ઞાન ગુરુજીનું, જીવન કર્યું શુદ્ધ અણુવ્રતથી …. અમી
કરી વિહાર ચાલીને, કર્યા સંકટ સહન સુખથી,
તજી વૈભવ, ધર્યો વૈરાગ્ય, ઉપદેશી સદા મુખથી …. અમી
બની પાવન કર્યા પાવન, ઘણાં જીવન સુધાર્યાં,
ભૂલેલાને બતાવી માર્ગ, તમે તારક બની તાર્યા…. અમી
॥ ૐ ॥
આવે આવે જો સંદેશો પરબ્રહ્મનો, (ર)