આવો આવો હે ભગવાન

આવો આવો હે ભગ​વાન, તમને બોલાવે તમ દાસ.. (૨)ટેક

ઉજ્જવળ હ્રદય નિવાસ તમારો, પ્રપંચીને માર્ગ ન સુઝવનારો;

બ્રહ્મનિષ્ઠ ગુરુની સમજણથી, તમે આવો દાસની પાસ. .. આવો

 માય સઘળે દ્રષ્ટિમાં દેખું, માયાપતિ વિણ અંધારું લેખું;

અનેક યુગતણું તમ હરવા, આવો જ્ઞાનસ્વરુપ લઇ ખાસ.  આવો

માયા અમને ખૂબ ભુલાવે, નિત્ય ન​વીન તે રંગ બતાવે

ઠગારી લોભ દઇ લલચાવે, આપનાં દર્શન વિન છે ત્રાસ…આવો

ધ્યાન તમારું બેસું ધર​વા, આવે વગર બોલાવે નડવા;

અનેક યોગીને ચલિત બનાવ્યા, બતાવી અવળા માર્ગનો ભાસ્. …આવો

ગર્વ ધરીને છુટ્વા ધારું, ઉગારવાનું ન​વ મળે બારું;

ઉલટા દ્વેષતણાં ફળ ખાધાં, ડૂબતા માયામાં થઇ નિરાશ. …આવો

પરમ પ્રિય પ્રભુ આપ છો પ્યાર, નયન થકી ન રહેશો ન્યારા;

જળસ્થળ આકાશે નિહાળુઁ, પ્રભુજી, આપ તણો પ્રકાશ. ..આવો

બુધ્ધિ સૂક્ષ્મ આપો અમને, ક્ષણ પણ અમે નવ ભૂલીએ તમને;

સમતા સદગુણ હ્રદયમાં રાખી, રહીએ હંમેશાં ત​વ પાસ. ..આવો

મારું માન્યું તે સૌ તમારું, લઇ લો પ્રભુજી સઘળું અમારું;

સઘળા સ્થળમાં આપને દેખું, બતાવો દિવ્ય જ્યોતિ પ્રકાશ. …આવો

સુર્ય-ચઁદ્રમાં તેજ તમારું, આપનું તેજ અધિક છે પ્યારું;

આત્મભાવ હ્રદયમાં જગાવી, દેહાધ્યાસ મટાડો ખાસ. …આવો

ખટકો ખાસ હ્રદયમાં રાખી, આવો જલદી કરાવો ઝાંખી;

પાછા દર્શન દઇ ન ભાગો, મુકાવો માયા મોહનો ત્રાસ. …આવો

રહેવું અમારી પાસે તમારે, નિણઁય કાર્યના શુભ વિચારે;

સઁશય સઘળા હ્રદયના ટાળી, કરજો જ્ઞાન તણો વિકાસ.. આવો

AAVO AAVO HE BHAGAWAN ..

Leave a comment

Your email address will not be published.