આવો આવો હે ભગવાન

આવો આવો હે ભગ​વાન, દયાળુ દર્શન દેવા આજ, ‌ટેક

અકળ ગતિ છે આપની પ્યારા, ચરિત્ર શી રીતે સમજુ તમારા;

બુધ્ધિયોગ અમને આપી, આપો પરાભક્તિના રાજ. …. આવો

સ્વરુપ જે લઇ અમ પાસે આવો, ઓળખીએ એવી સાન બતાવો;

આપનું ધ્યાન અમે ન​વ ચુકીએ, પ્રભુજી રાખો સૌની લાજ. …આવો

સમદ્રષ્ટિ ધરી દ્વેષનને ત્યાગું, માયા થકી તો આધો ભાગું;

કામ ક્રોધના શત્રુ જીતી, મેળવીએ અભય અખંડ સ્વરાજ. …આવો

આપની ભક્તિ જે કરનારા, એવા ભક્તો લાગે સારા;

હ્રદયમાં પ્રભુ જ ભાવના રાખું, ભક્તોની ભક્તિના શિરતાજ. …આવો

વાંક અમારો ભૂલી જઇને, ઠપકો દેવા તૈયાર થઇને;

આપને વાણી કઠોર સુણાવી, છતાં પણ રાખો નહિ તમે દાઝ. ..આવો

ગણતાં ભૂલનો પાર ન આવે, કુબુધ્ધિ એવી ભાન ભુલાવે;

દયાળુ માફ કરી સૌના ગુના, કરો છો મંગળ અમારા કાજ. …આવો

સુખ દુ:ખ બન્ને કલ્પના સમજી, જેમ રાખો તેમ આપની મરજી;

અમારું હિત હશે જે થાતું, તેવું કરો છો પ્રભુજી કાજ. …આવો

શુભ કામ કરતાં અભિમાન થાતું, અંતર ઊલટું રાગે રોળાતું ;

ત્રણ લોક પાલનપોષણ કરતા પ્રભુજી, નિર્લેપ આપનું રાજ. …આવો

કર્તા-અકર્તા, અન્યથા કર્તા, દુ:ખડા આપ પતિતોના હરતા;

સૌ ભક્તોના હ્રદયે ગમતા, પ્રભુજી સૌના છો શિરતાજ. …આવો

AAVO AAVO HE BHAGAWAN DAYALU DARSHAN DEVA AAJ…

Leave a comment

Your email address will not be published.