ઇશ્વરને મેળવવા પ્રયાસો થોડા,
પ્રભુને ભૂલી જઇને, ખાવા છે જોડા !
મળે શિર સાટે તો ઇશ્વર મેળવવા,
કહે એવી વાત, ઘણાને ભુલવવા.
કોઇ વીર સાચો દેહાધ્યાસ ત્યાગે,
અગ્નિની જ્વાળા દેખી નહિ ભાગે,
આત્મભાવ સાચો તેનો જ વખાણું,
બીજાનું મનડું માયામાં લોભાણું.
ગુણાતીત સ્થિતિ જો બને ગુરુથી,
લોઢું-સોનું ભાસે એક જ તેના મનથી,
ખોટો છે સંસાર એમ સહુ કહે છે,
ખોટો માનીને સઘળા વળગી રહે છે.
વાતોની મીઠાશે ઘણા છેતરાશે,
ધરી આડંબર બીજાને મુઝંવશે,
બચજો ઢોંગી-ધુતારાથી રે ભાઇ,
તેને માટે તૈયાર છે ઊંડી ખાઇ.
થાય સાચી શાંતિ દર્શનથી હ્રદયમાં,
કલ્યાણ તે જ કરશે ફરીને જગતમાં;
સાચો માર્ગ ગુરુજી સૌને બતાવે,
કરાવશે દર્શન પ્રભુનાં તમને.
ઇશ્વરને મેળવવા પ્રયાસો થોડા,