ઉધારીમાં રહેવું ,અમારું ન ઘર છે,
પ્રભુજીનું આપેલ, માનવ તન છે
વ્રુથા તારું માન્યું ,તે મૂર્ખ દુ:ખ છે,
આશા ફાસીમાં, ફસાણો તે શૂળ છે.
કામ ક્રોધ છોડી ,પ્રભુનું ભજન કર,
ધરી શાંતિ મનમાં , પ્રભુથી ડર્યા કર,
ખોટી ભ્રમણાઓ, માયાવી દુ:ખોથી,
આશા- તૃષ્ણાના, ત્રિવિધ તાપોથી.
નહિ સ્થિર બાળ, યુવાની કે વ્રુધા,
હવે તો સમજ ધર, રાખીને શ્રધા,
પ્રભુનું ભજન કરી ,આનંદે રહેવું,
વિભુનું સૌ સમજી સુખ- દુ:ખ સહેવું.
સધળા સ્થળમાં વ્યાપક, પ્રભુને ગણી લે,
સઘળા છે તેનાં રૂપો, સમજીને ભજી લે,
સાધુ મુખ વાણી, સત્ય જ્યારે માનીશ,
તારું નથી કાંઇ, સમજીશ તો ફાવીશ.
કર્મ શૂભ કરતાં ,મનમાં નવ ફુલાતો,
આસક્ત બની ,ફળમાં નહિ લોભાતો,
બધું તું સોંપી, પ્રભુના ચરણમાં,
બની જા તું મુક્ત જીવન-મરણમાં.
ગુરુદેવ સદા ક્રુપા વરસાવો
સાધુ-ભક્તને ખોટા સંગથી છોડાવો.