ઊજળી વાણી

  મારા અંતરની ઊજળી વાણી

પ્રભુથી મેં તો જાણી

ખોટી વાતો ગમતી નથી …ટેક

 

મારી દ્રષ્ટિમાં  નિર્મળ જ્યોતિ

એણે જ મને ગોતી

અજ્ઞાન સામે જોતી નથી …મારા

 

મારી શ્રદ્ધા તો જ્ઞાનને લાવે

વિદ્યા ખરી ભ‌ણાવે

વિના સત્ય સિદ્ધિ નથી …મારા

 

મારી શક્તિમાં દેશની ચડતી

કદી ન થાય પડતી

ભણાવનાર ભૂલી નથી …મારા

 

મારા શાંતિ આનંદ છે સંગી

એના જ રંગે રંગી

હરક-શોક કરતી નથી …મારા

mara antar ni ujali vani

Leave a comment

Your email address will not be published.