એક અનાદિ તું અવિનાશી

॥ ૐ ॥

(પ્રાણબળ, જ્ઞાનબળ, અવિનાશી બળ આ બધાં બળોને બળ દેનાર એક જ તું અવિનાશી છે અને સહુને અવિનાશી બનાવવા એ તારો અટલ સિધ્ધાંત છે.)

(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)

        


 

એક અનાદિ તું અવિનાશી

અવિનાશી એની જેવો કરે,

પૂર્ણાનંદ તું સત્ય પ્રકાશી

અમર ભાવની લહાણ કરે …. ૧

                                                દિવ્ય સ્નેહપૂર્ણ તું હૃદયનિવાસી

                                                કલ્યાણ સૌનું સદાય કરે,

                                                વિજય સ્વરૂપ તું અદૃશ્ય ધ્યાની

                                                વિજયની સાચી સમજ ભરે …. ર

મહા પ્રાણધારી તું મહાન કૃપાળુ

રક્ષા દિન-રાત તુજ કરે,

મુક્ત સદાનો આત્મજ્ઞાની તું

પ્રકાશ તુજ વિણ કોણ ભરે …. ૩

                                                નિર્દોષ જ્ઞાનાનંદ, તું એક જ

                                                શાંતિનો સંચાર, તું જ કરે,

                                                પ્રાણી પ્રાણનો જ્ઞાની તું  એક જ

                                                પ્રાણસંચાર બીજા કોણ કરે ? …. ૪

ભાવ પરમનો ભાવિ તું એક જ

એક જ તું, અવિનાશી કરે,

ઘડનારો તુંહી તું સાચો

ભીજા ઘડનારો ખોટો ઠરે …. પ

                                                તારા પ્રાણને તું લેનારો

                                                પ્રાણદાન તુજ વિના કોણ કરે ?

                                                તુંહી તુંહી, ભરીને તુજને આપું

                                                અમર પ્રાણને તું જ કરે …. ૬

મહા પ્રાણનો, પ્રાણ ભરીને

શ્રેષ્ઠ ને લાયક તું જ કરે,

એક અવિનાશી, સઘળું વિનાશી

અવિનાશી સદા અવિનાશ કરે …. ૭

                નાભિ સુધીનો પ્રાણ કેન્દ્રિત થાય તો પ્રસન્નતા રહે.

 


॥ ૐ ॥

 

પાન નં :- 121 , એક અનાદિ તું અવિનાશી ,
જય સદગુરૂ 🙏🥀🌺🌸🕉

Leave a comment

Your email address will not be published.