એક જ પ્રેરિત શક્તિ અખંડિત

॥ ૐ ॥


એક જ પ્રેરિત શક્તિ અખંડિત, પરમ પ્રેમ રસ અતિ ઉત્તમ ….

હૃદય દ્રવિત ભાવ મહોદધિ, નિર્દોષ અમૃત વર્ષા પરમ….

પ્રાણ વિશેષણ, પ્રાણ આકર્ષણ, પ્રાણ કળામાં જ્યોતિ ધરમ ….

વ્યાપક કણ કણ, પ્રાણમાં બળ પણ, એક અવિનાશી દિવ્ય પરમ ….

પૂર્ણથી પૂર્ણ, અનાદિ સંપૂર્ણ, જ્ઞાન પરમ તું ધ્યાન પરમ ….

તું હી એક જ મતિ – તુંહી એક જ ગતિ, નાદ ગુંજે અચળ, સકલમ ….

હૃદય સમાણી અમર અજાણી, શક્તિ અતુલિત સમજ મરમ ….

રાગદ્વેષ છોડી, વાસના તોડી, ભીતર પ્રેરણા સત્ય સ્વયમ્‌ ….


॥ ૐ ॥

🕉️પાન નં :- 202, એકજ પ્રેરિત શક્તિ અખંડિત,🕉️
🌴🙏🏻જય સદગુરૂ ,🙏🏼🌴

Leave a comment

Your email address will not be published.