॥ ૐ ॥
એવો સમય કીમતી ગણાય
રાગ : મઢ
એવો સમય કીમતી ગણાય રે
પ્રભુ પ્રેમના –હૃદયે ઊભરા … હો … જી – ટેક
આનંદનું – પૂર આવે, ઊતરે નહિ વ્રુધ્ધ લાવે
શોક, મોહ સદાયના છોડી દેય – મુકામે …. રે
ભય ભાસે નહિ એકે ઘડી – હો જી
અભયતા વીર બનાવે, શત્રુભાવ કદી ના આવે
અહંતા, મમતા- સમૂળી, નાશ પામે રે ….
ચૈતન્ય આત્મ સ્વરૂપમાં …. હો…. જી
દેહ નથી, ત્રિકાળ સાચું, જડતા ને કામ કાચું
દેહ બનવું નથી – સાચો એ સિધ્ધાંત રે
પ્રકાશે જ્યોતિ – આત્માનો હો…. જી
ત્રણે કાળનું ભર્યું જ્ઞાન, આત્માનું બધું વિજ્ઞાન
કલ્પના કરીને દુઃખી નથી થાવું … રે
કામના ને સંકલ્પો ત્યાગવા હો…. જી
એકતા અચળ ધરવી, આત્મબળની વ્રુધ્ધ કરવી
આત્મસત્તા કદી નાશ ન પામે રે ….
સંસારી સત્તા વિનાશની હો…. જી
દેહ સંગ-પ્રીતિ તોડી, આત્મા સંગ પ્રીત જાડી
આત્મા અજર અમર સદાય …. રે
દોષોની કલ્પના એમાં નથી…. હો જી
નામ રૂપો બાંધનારા, સાક્ષીથી સદા ન્યારા
સાક્ષી માં ભેળવતાં ભૂલ થાય રે ….
સાક્ષી અનાદિ નિર્લેપ છે હો જી
આશા તૃષ્ણા કરાવે હાંસી- એના પ્રેમમાં સદા ફાંસી
એનો સંગ સદાનો, છોડી દેવો રે
રંગ સાચો રહે છે શાન્તિ નો હો જી
મહાન દેવોનો દેવ, સાચો એક આત્મ દેવ
આત્માની અટલ એકતા, વિશ્વાસી રે
સંપૂર્ણ પૂર્ણ પ્રકાશતા હો – જી
માગણી હોય દેવ પાસે ત્યાં સુધી દેવો ઉપાસે
આત્મા નિષ્ઠાવાળો માગે નહિ કાંઈ રે
તૃપ્તિ આત્મામાં સદા રહે હો જી.
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🌹💐🌷🕉