કહેવું હે હરિ

॥ ૐ ॥

(હૃદયમાં હરિ પ્રત્યેના નિશ્ચય સુંદર હોવો જ જાઈએ. જેમાં નિષ્ઠા અચળ હોવી જ જાઈએ. જે કાર્ય કરવા માટે આપણને ઘણા યુગો લાગે છે તે હરિની આંખની એક પલકના જ ઈશારાથી થાય છે એ હેતુસર આ પ્રાર્થના કરવાની છે, એમાં સર્વ શક્તિમાનપણાનું ભાન થાય છે.)

(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)

        


 

કહેવું હે હરિ! સુંદર સુંદર, ખાલી કહેવું ખોટું ઠરે,

નિશ્ચય હૃદયમાં સુંદર રાખો, પ્રકાશ પ્રભુજી સદાય કરે, …. ૧

નિષ્ઠા અચળ ત્રિકાળ સાચી, પાલન કરવા તૈયાર રહે,

શંકા તાજીને વિનાશથી બચવું, પ્રાણની પ્રિયતા પ્રભુમાં રહે …. ર

શક્તિ પ્રભુની સંયમ પાકો, ભક્તિ, સંયમ સાથે રહે,

જાનાર પ્રભુ છે રાત ને દિનનો, વિશ્વાસ નસનસમા જ કહે …. ૩

જ્ઞાનસ્વરૂપ  પ્રભુ છે પોતે, સત્ય સમજી ગર્વ ગળે,

દેહના ગર્વમાં યુગ વિતાવ્યા, શરણ પ્રભનું પ્રભુમાં મળે … .૪

પ્રભુના અનંત ઉપકાર તેનો, વિચાર સતત યાદ રહે,

પ્રભુ વિનાનું ગોઠે ન ઘડીએ, સ્મરણ એવું સદાય રહે …. પ

પ્રભુના બળથી પલકમાં થાયે, કહેતા શ્રધ્ધા દૃઢતા નહિ,

જીવન મળ્યું છે પ્રભુ મેળવવા, હિમંત દૃઢતા સફળ રહી…. ૬

સ્થિરતા શાંતિ પ્રભુમાં ભરેલી, ભ્રમણા ત્યાગી ભૂલ સુધાર,

નિર્મળ પ્રભુજી નિર્મળ બનાવે, રક્ષા કરશે હૃદયમાં ધાર …. ૭

નિશ્ચય પ્રભુનો વિધ્ન હઠાવે, ત્રૂટી કદાપિ નહિ ચાલશે,

વાણી – વર્તન નિર્મળ દૃષ્ટિ, રસ્તો પ્રભુનો પ્રભુ જ મળશે …. ૮

 


॥ ૐ ॥

 

પાન નં :- 123, કહેવું હે હરિ ! સુંદર સુંદર ,
જય સદગુરૂ 🙏🌺🌸🌼🕉

Leave a comment

Your email address will not be published.