॥ ૐ ॥
કામના ને સંકલ્પોનાં લાખ-કરોડો રૂપો …. રે
ભગવાન કહે છે છોડી દેવાં, છતાં તેને નહિ માને …. રે
કામના ને સંકલ્પો વિના કામ નથી બની શકતું,
એવી દૃષ્ટિ દેહ ભાવમાં, તેની સમજ ઊલટી …. રે
દેહદૃષ્ટિ છે ગર્વભરેલી, દેહ પોતાને માને
સમજ એવી ભૂલભરેલી ચૈતન્ય સત્ય ગણાયે …. રે
દેહની સત્તા નાશ જ પામે, આત્મ સત્તા સાચી
આત્મા કેવળ રૂપ તમારું, દેહની જડતા ગ્રંથિ …. રે
જડ ને ચેતન મિશ્ર ગણીને સત્ય સ્વરૂપ ભૂલ્યા
એવી ઈચ્છાના અવળા ખ્યાલે પૂર્ણતાથી જુદા …. રે
પૂર્ણની ઈચ્છા પૂર્ણ બનાવે, પૂર્ણતાની એ શક્તિ
એની ઈચ્છામાં છે સિદ્ધિ, સદ્ગુરુની એ યુક્તિ …. રે
કેવળ ઇચ્છા કામ ન આવે, ઈચ્છા સાથે શક્તિ
ઈચ્છા શક્તિ પ્રભુની ગણાયે, મળતાં કાર્યની સિદ્ધિ …. રે
॥ ૐ ॥
🙏🏻જય સદગુરૂ 🙏🏼🕉️