ક્રુષ્ણ ગોવિંદ ગોપાલ ગાતા રહો
મનને સ્થિર કરવા સત્સંગ કરતા રહો, …ટેક
વિષય વિષ સમ જાણીને આધા ખસો,
બની અંધ પતંગ જેમ, તેમાં ન ફસો;
પ્રભુ મળશે વિશ્વાસે વળગી રહો….કૃષ્ણ ગોવિંદ
પ્રભુ મેળવવા વ્યાકુળ હ્રદયથી થજો,
ગુરુ જ્ઞાની બતાવે તે માર્ગે જજો;
ખોટી ભ્રમણાઓ છોડીને શરણે રહો….કૃષ્ણ ગોવિંદ
છોડી શત્રુતા, તમે પ્રેમ ધારણ કરો,
રાખી ભક્તિમાં ધ્યાન, ભજન કરતા રહો;
કુશળ કર્મમાં ,સદગુણને ધારી રહો….કૃષ્ણ ગોવિંદ
દુ:ખના વખતમાં ,ધીરજને મૂકશો નહિ,
અભય ધારણ કરી ,પ્રભુને ભૂલશો નહિ;
રાત દિવસ પ્રભુનું ,ધ્યાન ધરતા રહો…કૃષ્ણ ગોવિંદ
સ્વાદ છોડ્યા વિના, સંયમ ન સાચો રહે,
કરો ઇનિદ્રયનિગ્રહ ,એમ સંત કહે;
પશુતા છોડી, ઈશ્વરને શરણે રહો…કૃષ્ણ ગોવિંદ
સુખનું મૂળ છે પ્રભુ ભજન કરો,
નથી ખોટ તેમાં, વાત હ્રદયે ધરો;
કરી શુભ કામ, પાપોથી ડરતા રહો…કૃષ્ણ ગોવિંદ
કહે ભક્ત ગુરુજીને શરણે ગયેલો,
પ્રભુ તારશે એ વિશ્વાસ નિશ્રય થયેલો;
આખંડીથી પ્રભુ નવ અળગા રહો….કૃષ્ણ ગોવિંદ