ખરે વખતે ખબર લેવા

॥ ૐ ॥

(રાગ : ગઝલ)


 

ખરે વખતે ખબર લેવા, ખંતીલો ખંત રાખે છે,

મૂંઝવતા જટિલ પ્રશ્નોના હૃદય ઉકેલ આપે છે.

સનાતન સત્ય વરદાતા, સત્યના સાથમાં રહેતા,

પ્રભુની આજ્ઞા પાળે, સદાયે સહાયતા કરતા …. ૧

॥ ૐ ॥

અનાદિનો દિવાકર એ, દીવો કરી દિલ ઉજાળે,

રાગદ્વેષો હઠાવીને, સત્ય દૃષ્ટિથી નિહાળે.

કોઈના દોષ નહિ દેખે, સરળ સમભાવ અંતરનો,

કેવળ કૃપાળુની કરુણા, અખંડ આનંદ ભરતીનો …. ર

॥ ૐ ॥

પ્રભુમાં વિશુધ્ધ પ્રેમ ભરી, એવી મસ્તી મજાની છે,

વિમુખ પ્રભુથી કરે જુદા, દુઃખોની એ નિશાની છે.

સ્મરણ સમજીને કરવાથી, વૃત્તિ પ્રભુમય બની જાશે,

નિરાશા, શોક, ભય, શંકા, સદાયે દૂર થઈ જાશે …. ૩

॥ ૐ ॥

વિશુધ્ધિ પ્રાણની થાશે, મહાભાવોતણી ભવ્યતા,

દિવ્ય શ્રેષ્ઠ પ્રભુની કળા, પ્રભુદર્શન સમજ દેતાં.

બધાં સ્થળમાં પ્રભુવ્યાપક, અનોખી રીત અજમાવી,

નીરવ શાન્તિ તણી સાને, સહુને દેતા સમજાવી …. ૪

॥ ૐ ॥

કૃતિનો પાર નહિ આવે, અનંત કૃતિઓ અજાણી છે,

પરિપૂર્ણ પ્રભુ પૂર્ણતા, ઘટોઘટમાં સમાવી છે.

છૂપાવી છે છતાં જાહેર, અદ્‌ભૂત એ સમસ્યા છે,

નથી વીર કોઈ જોડીનો, અજબ રીતે સમાયો છે …. પ

 


॥ ૐ ॥

 

પાન નં :- 129, ખરે વખતે ખબર લેવા , ખંતીલો ખંત રાખે છે .
🙏જય સદગુરૂ 🙏💐🌼🕉

Leave a comment

Your email address will not be published.