ગીતાના રખવાળા

હો મારા ગીતાના રખવાળા, ઓછા હોય નહી    (2)

એના ગાનાર શ્રી ક્રુષ્ણ સમા કોય નહી…. રે ટેક

એણે સાચુ જ્ઞાન કરાવ્યુ, અમ્રુત રસનું  પાન કરાવ્યુ

એના ઝીલનારા અર્જુન, ઓછા હોય નહી…. રે  મારા

સર્વ ઋષિએ સાર બતાવ્યો, વેદ વ્યાસે અધીક સમજાવ્યો

એના ધ્યાનીને પ્રભુજી, દુર હોય નહી….. રે  મારા

જ્ઞાન ભક્તિયોગ બતાવે, પ્રભુના દર્શન જલદી કરાવે

એના શરણાગતીની રક્ષામાં, ભુલ હોય નહી….. રે  મારા

વિશ્ર્વરૂપનું દર્શન કરાવ્યુ, અજ્ઞાનરૂપી તિમિર હઠાવ્યું

એવા દિવ્ય ચક્ષુ દેનાર, ઓછા હોય નહી….. રે  મારા

દૈવી સંપત્તિ મોક્ષ અપાવે, આસુરી સંપત્તિ બંધન કરાવે

એવા ત્રિગુણાતીત મુક્ત ઓછા હોય નહી….. રે  મારા

યજ્ઞ, દાન, તપ, કર્મ કરાવે, શ્રધ્ધામાં જો દ્રઢતા અપાવે

એવા મન શુધ્ધ કરનારા ફળ બીજા કોઇ નહી….. રે  મારા

જ્યા શ્રીકૃષ્ણ અર્જુન બિરાજે, વિજય થવામાં વાર ન લાગે

એના દયા, ધર્મ, ન્યાય, ઓછા હોય નહી….. રે  મારા

હો મારા ગીતાના રખવાળા, ઓછા હોય નહી    (2)

Leave a comment

Your email address will not be published.