॥ ૐ ॥
(રાગ : ગઝલ)
ગીતા ઉપદેશ સાંભળવા, જગતની ધીરતા ખૂટી,
પ્રભુની એ પરમ પ્યારી, ગીતા એ માત છે મારી,
ગીતાના પ્રેમની બંસી, સૂણી અસીનતા ખુટી,
ધ્વનિ સૂણી જગતભરમાં અને માય બધી છૂટી
અલૌકિક સાર ગીતાનો, પ્રભુ આવી સુણાવી દો
અમારા કર્ણ ને નેત્રો, તમે આવી ઉઘાડી દો
તમે તો વિશ્વવ્યાપક છો અને અમ માત-પિતા છો.
અમારા દુઃખને ટાળો દયાળુ, આપ મોટા છો
ગીતા દેવી પ્રભુ સાથે પધારો, આ જ ઘટઘટમાં,
સહુ જીભે રહો માતા, રહો આજે સહુ ઉરમાં.
॥ ૐ ॥
🌹પાન નં:- 163, ગીતા ઉપદેશ સાંભળવા,🌹