ગુંજે ગુંજે પૂર્ણ પ્રભુનો નાદ

॥ ૐ ॥

નાદ જાગૃતિ

(રાગ : ગરબો : પ્રસાદ)


 

ગુંજે ગુંજે પૂર્ણ, પ્રભુનો નાદ

ત્યારે જાણવો પ્રભુનો પ્રસાદ …. ટેક,

પાપ, તાપ સઘળાં, દૂર જ ભાગતા

જ્યારે પ્રભુમાં, દિન-રાત જાગતા

મસ્ત ગુંજન એ, પ્રભુનો જ સાદ …. ત્યારે જાણવો ૧

પ્રભુનો પ્રસાદ મળે, અંતરમાં શાંતિ

રહે  ન કદાપિ કોઈ, મમતાની ભ્રાંતિ

અજ્ઞાન સમૂળું દૂર જ થાય

જ્ઞાનનો પ્રવાહ, દિવ્ય ભળાય

ભગાડે મોહ-શોક, બ્રહ્મનો જ નાદ    …. ત્યારે જાણવો ર

શક્તિ ને ભક્તિમાં, ઊણપ ન રહેતી

તૃપ્તિ સદાય રહે ઉત્તમ ભાવ ભરતી

ઓટની ખોટ તો, નજરે ન આવે

પ્રેમાનંદ અદ્‌ભૂત, પ્રભુ વર્ષાવે

રસામૃતનો મધુર, અનોખો સ્વાદ    …. ત્યારે જાણવો  ૩

જ્યોતિ સ્વરૂપ પ્રભુ, અચળ રહેતા

 હૃદયમાં પ્રગટ બની, માર્ગ સત્ય કહેતા

સતત ચોકી એની,પલ નથી ખસતી

સાચી છે વાત એમ, હૃદયમાં ઠસતી

મુકાવે અવિનાશી, વાદવિવાદ        …. ત્યારે જાણવો  ૪

પ્રભુનું ધ્યાન રહે, સૌના અવાજમાં

ભૂલે ન કોઈને, સમજાવે સાનમાં

પ્રભુજી પોતાની, દૃષ્ટિ આપીને

ભરતા કૃપાળુ સાચી સમજને

સંયમ સાથે જ, પ્રભુનો પ્રસાદ        …. ત્યારે જાણવો પ

 


॥ ૐ ॥

પાન નં :- 137, ગુંજે ગુંજે પૂર્ણ , પ્રભુનો નાદ

Leave a comment

Your email address will not be published.