॥ ૐ ॥
ગુરુજી કૃપાના સાગર, આનંદ બીજે ન જડશે,
વંદન તમને કરતાં, ત્રિવિધ તાપ ટળશે. – ટેક
હૃદય તણા જ ભાવો, ગુરુ આપને જ ચાહે,
ક્યારે મળું ગુરુજી, તે ઈચ્છા છે ઉર માંહે – ગુરુજી
પાંખો જો હોત મારે, ઊડીને પડત હું પગમાં,
નેત્રે ગુરુ નિહાળી , ઉમંગે હસત હું જગમાં – ગુરુજી
ગુરુ દર્શન તણો જ પ્યાસી ખરો હું બન્યો,
ગુરુ તમ સમા ન કોઈ, મળતાં, તેથી જ ભટક્યો. – ગુરુજી
હું છું મૂર્ખ, ખૂબ પાપી ,ગુરુજી છતાં કૃપાથી,
આપી પ્રકાશ હૃદયે, મુજને બચાવ્યો ભ્રમથી – ગુરુજી
ગુરુ આપની જ વાણી, સુણવાની ઈચ્છા થઈ છે,
જલદી મળો ગુરુજી, અંતર તો વૈદના છે. – ગુરુજી
ગુરુ વિના ફરું દીવાનો, જંગલમહીં જ ભમતો,
સન્મુખ જઈને મળવું એ ચિંતા હૃદયે ધરતો. – ગુરુજી
ગુરુ પૂર્ણ બ્રહ્મ આપ જ, જલદી સેવકને મળજો,
પહોંચું હું આપ પાસે, તેવી કૃપા જ કરોજો. – ગુરુજી
॥ ૐ ॥
જેનાથી મારું તથા જગતના અનેકનું કલ્યાણ થતું
હોય, તે ઉત્તમ કાર્ય કરવાની અમને અખૂટ શક્તિ
આપો અને તે કાર્ય કરીને ઈશ્વરને જ અર્પણ કરું,
ઈન્દ્રિયોનો નિગ્રહ અને અહંકારનો ત્યાગ કરીને જ
કાર્યો કરવાની સદ્બુધ્ધિ આપો.
॥ ૐ ॥
ગુરુજી કૃપાના સાગર, આનંદ બીજે ન જડશે
પાન નં:- 156, ગુરુજી કૃપાના સાગર ,
🙏🏼💐જય સદગુરુ 🙏🏼💐