॥ ૐ ॥
ગુરુજી કૃપા કરો અમ ઉપર
ગુરુજી કૃપા કરો અમ ઉપર
આપી હૃદયમાં જ્ઞાન, આપી હૃદયમાં જ્ઞાન
અમારું હરજા બધું અજ્ઞાન …. ગુરુજી …. ટેક
હૃદયેશ્વરની આજ્ઞા માનું, છોડું કપટ ગુમાન,
શાંતિ આનંદ પ્રકાશના સંગી ભૂલીએ ન પ્રભુ ધ્યાન ….
રાગદ્વેષના વિષને ત્યાગી, પ્રભુ પ્રેમે તલ્લીન
શ્રેષ્ઠ ભાવે હૃદય શણગારું , સત્ય ધર્મ આધીન ….
મનનું માન્યું દુઃખ જ ઊપજે, પ્રભુ છે કૃપા આધીન
વિશ્વતણું પ્રભુ પાલન કરતા, પૂર્ણ એનું વિજ્ઞાન …
સર્વે ગુણથી સંપન્ન પ્રભુજી, અભય એનું વરદાન
દેહ પ્રભુજીએ ઉત્તમ આપ્યો, ઉત્તમ કળાનું જ્ઞાન
આશા, તૃષ્ણા, ડાકણ મોટી, ભુલાવે સાચું ભાન
વેદશાસ્ત્રના ભેદ સમજ્યો, આપજા ગુરુજી જ્ઞાન …
જીવપણામાં અલ્પ જ્ઞાન છે, કરે ભેદ વધારી દીન
સર્વજ્ઞ પ્રભુથી વિમુખ બનાવે, રાખે તે ગુણથી હીન …
નિર્બળ પ્રાણ વાસના છોડી, બને પ્રભુનું સ્થાન
બ્રહ્મનંદમાં મસ્ત બનાવે, એ જ સાચું વિજ્ઞાન …
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🌹💐🕉