ગુરુદત્ત દયાળા, નહિ તલાસાના, દર્શન દેના ગિરનારી(૨) ગુરુ – ટેક્
એક ટૅક તુમ્હારી ચૂકે ખુવારી, માર્ગ ભૂલેલા ભયકારી (૨) ગુરુ માર્ગ
તુમ શાંતિદાતા, જગવિખ્યાતા, અંતરદ્રષ્ટિ કર મારી,
દુર્ગુણ હટાવી, નિર્મલકારી, જ્ઞાનભક્તિ કર અધિકારી. ….ગુરુદત દયાળા
કોઇ સિધ્ધિમાં રમતા, ઘમંડ કરતા, મેસમેરીઝમ બળકારી,
અકળ ગતિ તારી, તેણે ન જાણી, લોભે બનાવ્યા લાચારી …ગુરુદત દયાળા
કોઇ ક્રોધે તપતાં-બળતાં, અંતરમાં તૃષ્ણાના ભડકા ભારી,
વિવેક ત્યાગી, નીતિ, લક્ષ્મી મેળવવા ઉર ધારી….ગુરુદત્ત દયાળા
ત્રિવિધ તાપથી બળતાં સૌ, સમજ વિનાના સંસારી,
બુત્ધ્ધિની ખામી, ટાળ અમારી, દિવ્ય પ્રભા દે ગુણકારી …ગુરુદત દયાળા
કઠોર હ્રદય તું દે પીગળાવી, રુદન કરે નયનો બહુ ભારી,
અમ્રૃત ભરી દો હાથ અમારા, રોગમુક્ત બને નર-નારી …ગુરુદત દયાળા
દર્દી આવે આશ્રય લેવા, સેનેટરિયમની આશ કરી,
ભુખ્યા આવે પેટ બતાવે, અન્ન વિના પિંજર ધારી ….ગુરુદત દયાળા
તેને શું દેવું ! જલદી બતાવજે, તું સતધારી,
નહિતર પ્રાણપિંજરથી લઇ લેજે, તું, ભુલીશ ના ત્રિશૂળધારી …ગુરુદત દયાળા