॥ ૐ ॥
ગુરુ જ્યોતિ પ્રકાશ છે, એમાં સ્થિર થા, સ્થિર થા,
ગુરુ પ્રેમામૃત જ્ઞાન છે, એમાં એક થા એક થા ….
-સાખી-
ગુરુને તમે દેહ માનતા, એ જ તમારી ભૂલ,
દેહાતીત ગુરુને સમજવા, ગુરુમાં હોય ન ગર્વની શૂળ….
-સાખી-
ગુરુને અનાદિ જાણવા, અખંડ સત્ય સદાય,
યુગોના ચૈતન્ય દિવ્યતા, જડતા એમાં ન જણાય ….
-સાખી-
ગુરુની અકળ ગતિ રૂપાંતર જાગૃતિ પમાય,
જીવન સુગંધ ગુરુ તણી, રાગદ્વેષથી મુક્ત થવાય….
-સાખી-
ગુરુમાં સાચા મળી જતા, અખંડિત વ્યાપક શક્તિ સદાય,
એ જ સાચો તમારો આત્મા ભીતર, એમાં જ સાચી સહાય….
-સાખી-
મળતાં મળતાં અભય બને, ભયનો સદા વિનાશ,
વાસના વસ્તુની છૂટી જતાં, અવિનાશી પૂર્ણ પ્રકાશ….
-સાખી-
પૂર્ણતા સઘળે એની જ ભરી, એના વિના બીજું નથી કોઈ,
સઘળા સ્થળમાં ભરપૂર ભર્યા, એની દૃષ્ટિ દિવ્ય જ હોય ….
-સાખી-
સદાય પૂર્ણતામાં રહો, જુદા કરતા મનને ગર્વ,
બુધ્ધિનું ડહાપણ મળે તો, ભૂલમાં ભમતા સર્વ ….
-સાખી-
॥ ૐ ॥
🌷🙏🏼જય સદગુરૂ 🙏🏼🌷