|| ૐ||
જવા દીધી નૌકા સૌની, તમારા મુકામે,
આરાધે જે સાચા હૃદયે, સાચી શાંતિપામે. ૧
તમારા વિશ્વાસે કોઈ, બૂડી નથી જાતું,
પ્રેમથી રક્ષણ કરો, ભક્તોથી ગવાતું, ર
પતીત અજામિલ જેવા અનેક બચાવ્યા,
દોષ તેના શુધ્ધ કરીને, આપમાં સમાવ્યા. ૩
તારવાને માટે આપે, ગીતા સંભળાવી,
શ્રીમુખે આપે પ્રભુજી, વિગત સમજાવી. ૪
અનન્ય ભાવે સતત સ્મરણ જે કરે છે,
સમર્પણ કરતાં સાચું, વિજ્ઞાન જ્ઞાન મળે છે. પ
તમારી કૃપાથી સઘળી, વાસના બળે છે,
સંપૂર્ણ તૃપ્તિ થાતી, તારામાં રહે છે. ૬
ત્રિકાળ જ્ઞાની સાચા, નથી તારા જેવા,
અમૃતની પરબો માંડી, અમર કરી દેવા. ૭
તારા જેવો પર ઉપકારી, નથી કોઈ થવાનો,
તમને છોડી બીજે કોઈનો, વિચાર નથી જવાનો. ૮
વિશ્વાસની ત્રૂટિ અમને, નડે છે સદાનો,
વિધ્ન તે કરે છે સૌને, ભૂલો છે અમારી. ૯
નિર્ભર તમારી ઉપર, રહ્યો છે સદાનો,
ગૂંચવણી ભૂલો સૌની, તું છે ઉકેલવાનો. ૧૦
સૌને કહેવાનું જે તે, આગળથી તું જાણે,
એક જ રૂપ કરી દેજે, સુધારી તું જાણે. ૧૧
|| ૐ||
જવા દીધી નૌકા સૌની, તમારા મુકામે