॥ ૐ ॥
જેનું જ્યારે પૂર્વજન્મનું, પૂણ્ય જાગે રે ….
તેનું ત્યારે પ્રભુના ભજનમાં ચિત્ત લાગે …. રે
પ્રભુના એને હૃદયમાં ભણકારા વાગે …. ટેક …. (૧)
આવે છે, પ્રભુજી મારા, પ્રાણથી અતીશે પ્યારા,
એવો ખ્યાલો રાત-દિવસ, પ્રભુ પ્રેમ વધારો … . (ર)
તમારા વિનાનું જીવન, ભારરૂપ જણાયે રે ….
બતાવો આપ જ પ્રભુજી, ખુશીથી આપની મરજી,
આપની જ પાસે રહેવું, આપને સાચા સમજી રે …. (૪)
સંસારનું ચિત્ત મોટું, બતાવો આપ જ ખોટું,
નામરૂપથી ન્યારા જાવા, નિર્મળ દૃષ્ટિ બનાવો …. રે
એક મહાપ્રાણ ધારી, મહાભાવની પ્રીત સારી,
અપર બ્રહ્મના ભેદો સમજી, પરબ્રહ્મ પ્રીત વધારે …. રે
દેહભાવ નાશ જ પામે, ચૈતન્યવૃત્તિ જ વિરામે,
વાસનાઓ સર્વ બાળી, બ્રહ્મનિષ્ઠા પાકી …. રે
અજબ આપની ગતિઓ, અજમાવો આપની કૃતિઓ,
આપની રીતોથી પ્રભુજી, સમજ હૃદય વસાવો …. રે
॥ ૐ ॥
જેનું જ્યારે પૂર્વજન્મનું, પૂણ્ય જાગે રે