જેને હોય સાચો સત પર પ્યાર રે

|| ૐ||


જેને હોય સાચો સત પર પ્યાર રે

                અસત તેને શું કરે રે …. જી  …. ટેક

પ્રભુ પર પ્રેમ જેનો, સંયમ હોય સાચો તેનો,

શ્રદ્ધા જેની જ્ઞાનમાં અડોલ રે, કુટિલ તેને શું કરે રે ?  …. જી 

સમતાનો સદ્‌ગુણ, વેરને ભુલાવે,

મુકાવે શત્રુમિત્રના ભેદ રે, કપટ તેને શું કરે રે ? …. જી 

હૃદય જેનું નિર્મળ, આનંદથી ઊછળે,

ભક્તિથી બનેલું તરબોળ રે, શોક આવી તેને શું કરે રે ? …. જી 

સંતોષી હોય પૂરેપૂરો, તપસ્વી યોગી હોય શૂરો,

પ્રભુ તેમાં રહે છે હજૂર રે, માયાવી તેને શું કરે રે ? …. જી 

સર્વ સમૂળો કાઢી, પ્રભુ સાથે પ્રેમ બાંધી,

સુરતા સાચા નૂરમાં સમાણી રે, અંધારું તેને શું કરે રે ? …. જી 

ભેદ, ભ્રમ ટાળી, ગુરુમાં વૃત્તિઓ વિરામી,

 જેના હોય ગુરુ તારણહાર રે, દુઃખ આવી તેને શું કરે રે ? …. જી 

ગુરુનો વિશ્વાસ મોટો, વચન પાળતાં નહિ ખોટો,

તેને રહે નહિ કાંઈ તોટો રે, કાળ બીક તેને શું કરે રે ? …. જી 


|| ૐ||

પાન નં :- 80, જેને હોય સાચો સત પર પ્યાર રે ,
જય સદગુરૂ 🙏🌹💐🌷🕉

Leave a comment

Your email address will not be published.