|| ૐ||
જેનો શુભ વિચારોની સાથે વિવેક રે
ખેદ આવી એમાં શું કરે રે ? … ટેક
શાસ્ત્રને વિચારી જેણે વૃત્તિ શુધ્ધ કીધી
શાંતિનું ભોગવે સ્વરાજ રે, ગુલામી તેને શું કરે રે ? …. જી
વિચારો ભટકતા જેણે સ્થિર કરી દીધા.
મને એનું જ્ઞાનથી અડોલ રે, ભ્રાંતિનું ભૂત શું કરે રે ? …. જી
રાગ, દ્વેષ, વિષથી ઈન્દ્રિયો બચાવી,
લાગે જેને સાચી પ્રભુની તાળી રે, જગ વહેમી એને શું કરે રે ? …. જી
હૃદય વિશાળ આપ્યું, પ્રભુએ રે’વાનનું રાખ્યું,
રાત-દીન પ્રભુ છે રખવાળ રે, કુબુદ્ધિ આવી શું કરે રે ? …. જી
સતનાં મૂળ ઊંડા નાખી, અસતને દૂર રાખી,
અખંડ જ્યોત પ્રભુની જગાવી રે, આગિયાની જ્યોત શું કરે રે ? …. જી
દિવ્ય દૃષ્ટિ સાચી લીધી, ઊણપ ન રે વા દીધી,
સર્વેમાં એનો છે પ્રકાશ રે, અજ્ઞાન એને શું કરે રે ? …. જી
દોષ સર્વે મુકી દીધા, ગુણ પ્રભુએ ભરી દીધા,
પ્રભુ સાચો શક્તિનો ભંડાર રે, નિર્બળ એને શું કરે રે ? …. જી
પ્રભુનું શરણ સાચુ, એનું કામ ન હોય કાચું,
પ્રાણ પ્યારા પ્રભુ, રાખે સંભાળ રે કામનાઓ એને શું કરે રે ? …. જી
|| ૐ||