॥ ૐ ॥
જ્ઞાન ભેગું કરીને બુદ્ધિશાળી થાવું
શાસ્ત્ર ને ગ્રંથો અનેક વાંચી ….રે
જ્ઞાન એવું બોજા જાણવું … હો …જી
માનવતા ન્યાય ગણી જે જીવતા
ભીતર ઊતર્યા વિના સમજ ખોટી ….રે
ભૂલ ભરેલા આધાર સમજવા … હો …જી
ઉપયોગમાં જેની ચાલકી ભરેલી
ચાલાકીનાં કર્મો બંધન કરાવે ….રે
આધાર એનો રખાય નહિ … હો …જી
વિવેક રાખીને છોડવા જરૂરી
છોડતા પૂર્ણતા મળી નથી જાતી ….રે
ભીંતર જવાનું દ્વાર મળે … હો …જી
ખોટાને છોડી દીધું સારૂ એ ગણાયે
સત્ય મેળવવું રહેતું બાકી ….રે
સ્વમાં પ્રવેશ કરવો જરૂરી છે … હો …જી
સ્વને પોતાનું અસ્તિત્વ માનો
અસ્તિત્વ છોડતાં દુઃખ આવે ….રે
આનંદ એમાં પ્રવેશ થતાં … હો …જી
કલ્યાણની ઈચ્છાએ ઊલટું બનતું
મંગળની ગણતરી ને અમંગળ થાય ….રે
ઉદાસી ત્યારે ઘેરતી … હો …જી
વસ્તુનો પ્રેમ જગમાં બંધનકર્તા
ધ્યાન કરતાં ચિત્રો સામે આવે ….રે
આકર્ષણ સંસારી પ્રાણનું … હો …જી
સંસારી ચિત્રોનો રસ નહિ લેવો
રસવૃત્તિ જ્યારે તૂટી જાય ….રે
અદૃશ્ય ત્યોર ચિત્રો બને … હો …જી
ખાલી થાય ને અસ્તિત્વમાં પ્રવેશ
હોશિયારી બધે ધારણા વધારે ….રે
ધારણાનું દર્શન બધેય થતું … હો …જી
ધારણા છોડીને શૂન્યમાં મળાતું
રાખીને ધારણા અસ્તિત્વમાં ભુલાતું ….રે
અસ્તિત્વમાં રહેવું સ્થિર સદા … હો …જી
આધાર અંદરનો જાઈએ પોતાનો
બીજાનો આધાર કામ ન આવે ….રે
સત્ય આધાર નિજ સ્વરૂપનો … હો …જી
॥ ૐ ॥