જ્ઞાન વધારીને બકવાદ કરો,
તેના કરતાં પ્રભુજીનું ધ્યાન ધરો;
અનંત બ્રહ્માંડનો એક સાચો ધણી,
એને સમજી લેજે તું શિર મણિ.
જેના દર્શન કરવા સૌને ગમે,
એવા વિભુને સઘળા દેવ નમે;
પાપી મૂરખ ઈશ્વરને ભૂલી ગયો,
હરિથી વિમુખ શાને માટે થયો?
માયાના પૂર વિશે ખૂબ ભમ્યો,
જઇ સંતને ચરણે તું નવ નમ્યો ,
તારું એળે સઘળું આયુષ્ય ગયું,
છતાં પ્રભુ ભજવાનું મન ન થયું
તને ગરીબનાં દુ:ખોની વાત ન ગમે,
તારું ધનને મેળવવામાં મનડું ભમે,
તારી ત્ત્રુષ્ણા તો દિનદિન વધતી રહે,
હવે સંતોષ રાખ એમ સંત કહે.
તારે સાંભળળી ન વાત બીજી,
બન્યો મોટો મનમાં, તો તું છે પાજી,
વિષય-ભોગમાં સુખ તું માની બેઠો,
દુ:ખના મૂળમાં સદા મેં ભય દિઠો.
કહે સાધુ-ભક્ત હવે ચેત વીરા,
પ્રભુને ભજે તે તો છે વિરલા ખરા.
જ્ઞાન વધારીને બકવાદ કરો,