સાંભળો મારો સાદ પ્રભુને ખૂબ કરું છું યાદ;
અહંકારે અમને ભુલાવ્યા, બહુ કર્યા વાદ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
વિઘ્નના માથે ગાંસડા લીધા ને મોહના લાગેલાં બાણ;
સત્સંગમાં અમે સમજ્યા નહિ, ને માયાની માંડેલ કાણ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
તારી માયાવી નાટકશાળામાં, વિધવિધ જાતના ખેલ
એક પળમાં ઉત્પન્ન કરવું, ને સંહાર કરવો સહેલ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
મોહ- નિદ્રાની સોડમાં સૂતા ને ભૂલ્યા તમારું નામ;
અનેક રૂપે એક છો ઇષ્ટ, ધન્ય તમારાં કામ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
કરોડ જોજન દૂર વસે પ્રભુ, એવો થાય આભાસ;
દિવ્ય દઁષ્ટિ આપજો એવી, હ્રદયે કરીએ તપાસ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
દઁષ્ટિથી નવ અળગા રહો, એક ઘડી મારા નાથ્;
પાસે વસનારાને દયા કરીને, પકડી લો મારા હાથ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
હ્રદયમાં જુએ પ્રભુજી , એમાં માયા છેત્તરી જાય;
શરણે થનારને ઉગારવાનો, કોલ દીધો ગીતામાંય.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
ન્યાય કારી તને ડિગ્રી આપી, અન્યાય તુજથી ન થાય;
એવી ક્રુરતા કરી નથી, તેથી ભક્તો તારા ગુણ ગાય.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
માયાવી ખેલો બહુ જોયા, મારી આંખને ફોડી નાખ;
અંધ બનાવી કબૂલ કરો, મને તારી જ પાસે રાખ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
દુ:ખથી ભૂલ્યા ભાન વિભુ, હવે રૂપ તારું બતાવ;
માયાવી નાટક બંધ કરીને, ઝાઝું હવે ન સતાવ.
તમને આવે હસવું એવું, દુ:ખ કોને જઇને કહેવું ? ….ટેક
સહુ ભક્તોને ભીડ પડી, તારું ભીડભંજન છે નામ;
ગુરુ તણો વિશ્વાસ છે સાચો, સિધ્ધ બનસે સહૂ કામ.