॥ ૐ ॥
દર્શન કરો ઘટોઘટમાં
પૂર્ણ બ્રહ્મ શ્રીરામ વ્યાપક દર્શન કરો ઘટોઘટમાં, (ર)
રાત દિવસ પ્રભુ રાખી અંતરમાં, ભૂલી ન ભટકો ભ્રમમાં.(ર)
ચોર્યાસી લક્ષના ફેરા ફર્યા તમે, પડીને ખોટી ખટપટમાં. (ર)
અજ્ઞાનતામાં પ્રેમ વધારી, જ્ઞાન ગુમાવ્યું રમતમાં. (ર)
સત્ય જ્ઞાનની કિંમત સમજા, પ્રેમ વધારો સાધુતપમાં. (ર)
રહે આનંદ રાત દિવસ, ઓછો ન બને પ્રભુસંગમાં. (ર)
પ્રભુના રંગથી હૃદય રંગાવો, ખોટ નથી એના રંગમાં. (ર)
રાગ, દ્વેષ ને મમતા મૂકો, વિશુધ્ધ પ્રેમ થવામાઁ.(ર)
અભયતા પ્રભુ પોતે આપે, દોષો સઘળા જવામાં. (ર)
દેવ બ્રાહ્મણ, ગુરુ, જ્ઞાનીનું, પૂજન કરજા હરખમાઁ. (ર)
પવિત્રતા ને સરળતા રાખી, બ્રહ્મચર્ય અહિંસા તપમાં. (ર)
ખેદ થાય તેવી વાણી ન બોલો, પ્રિય હિત છે સત્યમાં. (ર)
શાસ્ત્ર અભ્યાસ કદી ન ભૂલે તે, સાચો વાણીના તપમાં. (ર)
મનની પ્રસન્નતા સૌમ્ય ભાવે, મૌન બનો જગતમાં. (ર)
મન ઉપરનો કાબૂ રાખી, ખોટું ન બોલો ડરમાં. (ર)
દેશનું સાચું હિત બને તેવી, એકતા કર્મ અંતરમાં. (ર)
દેશદ્રોહી તમે ન બનશો તો, શ્રીરામ રહેશે પ્રગટમાં. (ર)
॥ ૐ ॥