॥ ૐ ॥
દેખે છે જીવ વિનાશી ભાવ
ખોટું દેખવું જીવ સ્વભાવ,
વિધવિધ જાતની દૃષ્ટિ દોષ
અવિનાશી ભાવમાં સદા સંતોષ …. ૧
જગતની અનંત વિચિત્ર ચાલ
સમજે જગત આસક્તિ ખ્યાલ,,
રાખતાં સર્વે મોહથી પ્યાર
અવિનાશી પ્રકાશ દેવા તૈયાર …. ર
ઈશ્વર એક સદા રહેનાર
છતાં નથી એમ, કહી ભમનાર,
હૃદય બિરાજ્યા રાખ વિશ્વાસ
અમૂલ્ય કિંમત સત અવિનાશ …. ૩
ગોતવા દૂરદૂર ગોથાં ખાય
ગુમાન રાખીને દુઃખ થાય,
અજ્ઞાન અને મૂઢતા ગણાય
અવિનાશી નિર્મળ આઘા જણાય …. ૪
દયા પ્રભુની વિશેષ ભરપૂર
છતાં ભ્રમણાથી વસતા દૂર,
પૂર્ણ પ્રભુ છે હાજર જરૂર
એના વિનાનું ખોટું નૂર …. પ
જ્યોતી સ્વરૂપ છે સૌથી મહાન
અવિનાશીનું બધું વિજ્ઞાન,
સમજ છતા નહિ પાલન કરે
અવિનાશી ભૂલીને ઊંધા ફરે ….૬
ત્રાજવે તોળીને ખાતરી કરો
પ્રભુથી વિશેષ નથી ધ્યાન ધરો,
અણમૂલ પ્રભુજી, મળે વિનામૂલ્ય
પરમભાવ એક જ સમજે અતુલ …. ૭
સૂર્ય-ચંદ્રનો પ્રભુ શણગાર
અવિનાશી પ્રકાશ અનંત પ્રકાર,
અવ્યય પ્રભુજી સદા તૈયાર
અવિનાશી કરવા એનો વિચાર …. ૮
એક જ પ્રભુનો અમર ભાવ
મૃત્યુભાવમાં જીવ પ્રભાવ,
જડ ગ્રંથિનો લઘુતા સ્વભાવ
બંધન કરાવે સઘળો અભાવ …. ૯
અખંડાનંદનું કરવા પાન
અવિનાશી અમૃતનું સ્થાન,
શોક-મોહ-ભય નાસે તમામ
પૂર્ણ પ્રભુમાં સદા વિશ્રામ …. ૧૦
અપૂર્ણ વધઘટ ક્ષણક્ષણ થાય
અવિનાશી ભાવથી સદેહ જાય,
કલ્યાણ મંગળ કામો જણાય
અવિનાશી શાંતિમાં પ્રેમે જવાય … .૧૧
અવિનાશી ભાવમાં સંત તમામ
નિર્ભય સંદેશા દૃઢતા આરામ,
અવિનાશી પ્રભુનું ઉત્તમ ધામ
નિશ્ચય પહોંચવું નિર્મળ કામ …. ૧ર
॥ ૐ ॥
🙏 જય સદગુરૂ 🙏🌼💐🕉